મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના ખલઘાટમાં મોટી દુર્ઘટના સામે આવી છે. યાત્રીઓથી ભરેલી મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની બસ નર્મદા નદીમાં ખાબકી છે. આ દુર્ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ બની છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે 15 ઇજાગ્રસ્ત છે. બસમાં મહિલાઓ અને બાળકો સહિત 50થી વધારે લોકો સવાર હતા.
આ દુર્ઘટના રોંગ સાઇડથી આવી રહેલા એક વાહનને બચાવવા દરમિયાન બની છે. બસ પુલની રેલિંગની તોડીની સીધા 25 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. બસને જોઈને જ અંદાજો લગાવી શકાય છે કે મોતનો આંકડો વધી શકે છે. બસને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી છે. જાણકારી પ્રમાણે યાત્રી બસ ઇન્દોરથી મહારાષ્ટ્ર તરફ જતી હતી અને ખલઘાટ સંજય સેતુ પુલ પર નિયંત્રણ ગુમાવતા નદીમાં ખાબકી હતી