પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રણનીતિક નેતૃત્વમાં દેશે કોરોના વેક્સીનેશનના મોરચા પર ઇતિહાસ રચી દીધો છે. ભારતે ફક્ત 18 મહિનામાં 200 કરોડ ટીકાકરણનું લક્ષ્ય પુરુ કરી લીધું છે. આ આખી દુનિયામાં મોટી સંખ્યા છે. ગત 100 કરોડ ટીકાકરણ 9 મહિનામાં કરવમાં આવ્યા હતા. બીજા 100 કરોડ ટીકાકરણ પણ આટલા જ સમયગાળામાં પુરા કર્યા છે. આ દર્શાવે છે કે દેશમાં વેક્સીનેશનની ઝડપ ધીમી થઇ નથી. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી દેશવાસીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે ભારતમાં ગત વર્ષે વેક્સીનેશનની શરૂઆત થઇ હતી.
200 કરોડ વેક્સીનનો આંકડો પાર કરવા બદલ પીએમ નરેન્દ્ર મોદીએ બધા ભારતીયોને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે દેશને તે લોકો પર ગર્વ છે જેમણે ભારતના વેક્સીનેશન અભિયાન અને ગતિને અદ્રિતીય બનાવવામાં યોગદાન આપ્યું છે. આનાથી કોવિડ-19 સામે વૈશ્વિક લડાઇને મજબૂત કરી છે. પીએમ મોદીએ કહ્યુંકે વેક્સીનના આખા અભિયાન દરમિયાન ભારતના લોકોએ વિજ્ઞાનમાં ઉલ્લેખનીય વિશ્વાસ બતાવ્યો છે. આપણ ડોક્ટરો, નર્સો, ફ્રન્ટલાઇન વર્કર્સ, વૈજ્ઞાનિકો અને ઉદ્યમીઓએ એક સુરક્ષિત ધરતી સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. હું તેમની ભાવના અને દ્રઢ સંકલ્પની પ્રશંસા કરું છું.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા નિર્મિત કોવિશીલ્ડના લગભગ 160 કરોડ ડોઝ, ભારત બાયોટેક દ્વારા નિર્મિત કોવેક્સીનના 33.5 કરોડ ડોઝ અને બાયોલોજિકલઇ દ્વારા નિર્મિત કોર્બેવેક્સના 6.5 કરોડ ડોઝ વયસ્કો અને બાળકોને આપવામાં આવ્યા છે. આમાં પ્રીકોશન ડોઝ પણ સામેલ છે.