ભાવનગર શહેરમાં અકસ્માતો રસ્તાઓ પર ક્યાંકને ક્યાંક થતા હોય છે પરંતુ જ્યારે શાળાના બાળકો ભરેલી રીક્ષાનો અકસ્માત સર્જાય અને તંત્ર પણ જવાબદાર હોય તો શું સમજવું..
ભાવનગર શહેરના લીલા સર્કલથી સીદસર જવાના માર્ગ પર બાળકો ભરેલી વાન ખાનગી શાળાની બાળકો ભરેલી વાને એક્ટિવ ચાલકને ટલ્લો માર્યો અને વાન ચાલકે કાબુ ગુમાવતા વાન બાજુના ડિવાઈડર પર ચડી ગઈ હતી. આ બનાવમાં બાદમાં વાન ચાલકે બાળકોને ઉતારીને બીજે વ્યવસ્થા કરી હતી. બનાવને પગલે આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા.
બનાવમાં એક્ટિવા ચાલક યુવાન વયનો યુવક હોઈ જેને ટલ્લો લાગતાની સાથે રસ્તા પર ઢસડાઈ ગયો અને તેને ઇજા થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વાનમાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે 25 થી વધારે બાળકો હતા. ખાનગી શાળાના વાન ચાલકની બેફિકરાઈના પગલે એક્ટિવા ચાલક ભોગ બન્યો અને વાન ડિવાઈડર પર ચડી થોભી જતા વાનમાં સવાર 25 બાળકોના જીવ બચી ગયા છે. બાળકોને વાનમાં એક બીજા સાથે અથડાતા એક બીજાના માથાઓ અથડાયા હતા. કોઈને ગંભીર ઇજાઓ થવા પામી નથી.