ભાવનગરના નવાપરા વિસ્તારમાં બોગસ બિલિંગની તપાસ માટે ગયેલી સી.જી.એસ.ટી.ની ટીમ ઉપર હુમલાની ઘટનામાં પોલીસે ચાર શખ્સને ઝડપી લઇ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.પોલીસે ચારેય આરોપીઓને હુમલાની જગ્યાએ લઇ જઈ તપાસ આગળ વધારી હતી.
ભાવનગરના નવાપરા વિસ્તારમાં આવેલ મહેક એપાર્ટમેન્ટમાં બોગસ બિલિંગની તપાસ માટે ગયેલી સી.જી.એસ.ટી.ની ટીમ ઉપર હુમલો કરવાની ઘટનામાં પોલીસે વલી હાલારી સહિત આઠ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી બનાવની ગંભીરતાને ધ્યાને લઈને ખાસ ટીમની રચના કર્યા બાદ એલ.સી.બી.ટીમે હુમલા કેસમાં સંડોવાયેલા હારુન,તૌસીફ રફીકભાઇ પરમાર,જહૂર ઉર્ફે ડોન નિસારભાઈ કાજી,ઉસ્માનગની અબ્દુલકરીમભાઇ ખોંખારીને ઝડપી લઇ તપાસ આગળ વધારી હતી.
આજે પોલીસ કાફલાએ ઝડપાયેલા ચારેય આરોપીઓને મહેક એપાર્ટમેન્ટ લઇ જઈ હુમલાની ઘટનાની તપાસ આગળ વધારી હતી.હુમલાની ઘટનાના ઘેર પડઘા પડતા ભૂગર્ભમાં સારી ગયેલા મુખ્ય આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.