Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સોનાના તારથી કલાનો શૃંગાર: ભાવનગરની કલાકાર શ્રી રોનકે ૨૪ કેરેટ ગોલ્ડમાંથી કંડાર્યું યુવરાજનું પોર્ટ્રેટ ૨૪ કેરેટ ગોલ્ડ આધારિત ‘ઓરમટીંગ ટેક્નિક’ ની અદભૂત કલાઅ દેશ-વિદેશમાં પણ બની છે આકર્ષણનું કેન્દ્ર

dharmendravaghela by dharmendravaghela
2026-06-06 13:01:53
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા.6
કલા જ્યારે આધ્યાત્મિકતા અને નવીન પ્રયોગો સાથે ભળે છે ત્યારે તે દિવ્ય સ્વરૂપ ધારણ કરે છે. ભાવનગરના વિખ્યાત કલાકાર યોગેશભાઈ મકવાણાની પુત્રી જેઓ ‘શ્રી રોનક’ તરીકે પોતાની અનોખી કલાશૈલી માટે જાણીતી છે. તેમણે રિતેશ ચૌહાણના સાથ-સહયોગ અને વર્ષોના સંશોધન બાદ ૨૪ કેરેટ ગોલ્ડ આધારિત ‘ઓરમટીંગ ટેક્નિક’ નામની એક અદભૂત કલાની શોધ કરી છે. આ ટેકનિકમાં રિતેશ ચૌહાણના મનમાં ઉદભવતા વિચારોને શ્રી રોનક સોનાના માધ્યમથી કેનવાસ પર જીવંત કરે છે.
તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં તેમની આ અનોખી કલાથી પ્રભાવિત થઈને ભાવનગરના મહારાણીએ યુવરાજ જયવીરરાજસિંહજીનું ગોલ્ડ પોર્ટ્રેટ બનાવવાનું કામ સોંપ્યું હતું. જેને પગલે શ્રી રોનકે ૨૪ કેરેટ શુદ્ધ સોનાનો ઉપયોગ કરીને યુવરાજનું એક ભવ્ય અને તેજોમય ચિત્ર તૈયાર કર્યું હતું. તાજેતરમાં નીલમબાગ પેલેસ ખાતે રાજપરિવારની વિશેષ ઉપસ્થિતિમાં આ કળાકૃતિ યુવરાજને ભેટ ધરવામાં આવી હતી.
આ પોર્ટ્રેટમાં માત્ર ચહેરાની સમાનતા જ નહીં, પરંતુ રાજવી ગૌરવ અને વ્યક્તિત્વના તેજને સોનાની દિવ્ય ચમક સાથે આબેહૂબ રજૂ કરાયું છે. શ્રી રોનકે વિકસાવેલી આ ‘ઓરમટીંગ ટેક્નિક’ માત્ર ચિત્રકળા નથી, પણ ભારતીય કલા જગતમાં એક નવીન ક્રાંતિ છે. ૨૪ કેરેટ ગોલ્ડથી બનેલા આ પેઇન્ટિંગ્સ આજે માત્ર કળાકૃતિ નથી રહ્યા, પરંતુ આધ્યાત્મિક ઊર્જાનું પ્રતીક બનીને દેશ-વિદેશના કલાપ્રેમીઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

Previous Post

મહુવામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૬ ખેલંદા ઝડપાયા ફાતેમા સોસાયટી પાસે પોલીસે દરોડો પાડી પટ્ટમાંથી ૧૦,૨૮૦ની રોકડ જપ્ત કરી

Next Post

ફિલિપાઇન્સમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ, અનેક ઇમારતો ધરાશાયી એકનું વ્યક્તિનું મોત, 3 મીટર ઊંચી સુનામીની ચેતવણી, ઇન્ડોનેશિયા-મલેશિયા સુધી એલર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાવનગરમાં દશામાના વ્રતનો પ્રારંભ: વાજતે-ગાજતે નીકળી શોભા યાત્રા
ભાવનગર

ભાવનગરમાં દશામાના વ્રતનો પ્રારંભ: વાજતે-ગાજતે નીકળી શોભા યાત્રા

August 12, 2026
50 ફૂટના તિરંગા સાથે સિહોરમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા
ભાવનગર

50 ફૂટના તિરંગા સાથે સિહોરમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા

August 12, 2026
બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા
ભાવનગર

બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા

August 10, 2026
Next Post
ફિલિપાઇન્સમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ, અનેક ઇમારતો ધરાશાયી એકનું વ્યક્તિનું મોત, 3 મીટર ઊંચી સુનામીની ચેતવણી, ઇન્ડોનેશિયા-મલેશિયા સુધી એલર્ટ

ફિલિપાઇન્સમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ, અનેક ઇમારતો ધરાશાયી એકનું વ્યક્તિનું મોત, 3 મીટર ઊંચી સુનામીની ચેતવણી, ઇન્ડોનેશિયા-મલેશિયા સુધી એલર્ટ

અમેરિકામાં AIને કારણે રેકોર્ડ છટણી, ટેક સેક્ટર થયો સૌથી વધુ પ્રભાવિત 5 મહિનામાં 87700 નોકરીઓ ઘટી, મે મહિનામાં માત્ર ટેક સેક્ટરમાં જ 38,242 નોકરીઓ ઘટાડવાની જાહેરાત કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.