સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભાગ લેવા પહોંચેલા ફાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન એક શરમજનક
પરિસ્થિતિનો સામનો કરવો પડયો હતો. જેમાં તેવો જયારે ન્યુયોર્ક પહોંચ્યા ત્યારે તેમની કારને ન્યુયોર્ક
સિટી પોલીસે તેમની કારને અટકાવી હતી.તેમજ ડોનાલ્ડ ટ્રમ્પના કાફલાને રસ્તો આપવા માટે તેમની
કાર બાજુમાં ઘકેલી દેવામાં આવી અને રાહ જોવડાવવામાં આવી હતી.
ઇમેન્યુઅલ મેક્રોનનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં દેખાઈ રહ્યું
છે કે મેક્રોનજેવા જ યુએન હેડક્વાર્ટરમાંથી બહાર નીકળતી વખતે રસ્તા પર ફસાઈ જાય છે. જયારે એક
પોલીસ અધિકારી તેમને અટકાવે છે અને કહે છે કે મને ખૂબ જ દુઃખ છે, રાષ્ટ્રપતિ પરંતુ બધું જ બંધ છે.
રોડ ખોલવા આવ્યો ત્યારે તે ચાલીને નીકળ્યા હતા. ઇમેન્યુઅલ મેક્રોને આ સમસ્યાને ઉકેલવા માટે
ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરે છે. તેમજ કહે છે કે હું અત્યાર રોડ પર છું. કારણ કે તમે બધું રોકી દીધું છે. જોકે,
તેની બાદ પણ મેક્રોને રાહ જોવી પડી હતી. તેની બાદ તે પોતાના બોડીગાર્ડસ સાથે રોડ ખુલવાની રાહ
જોઈ રહ્યા હતા. જયારે પગપાળા જતા લોકો માટે રોડ ખોલવા આવ્યો ત્યારે તે ચાલીને નીકળ્યા હતા.





