ફાયર NOC, ICU માટેના નિયમો સહિત સરકારના અલગ અલગ આદેશના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસો. (ગુજરાત) દ્વારા હડતાળનું એલાન અપાયું છે. આગામી તા,22ને શુક્રવારે રાજ્યભરના તમામ ખાનગી ડોકટરો હડતાળ પર ઉતરશે, હડતાલ દરમિયાન OPD તથા ઇમરજન્સી સહિતની તમામ સારવાર બંધ રહેશે. રાજ્યમાં પહેલી વખત ખાનગી હોસ્પિટલોમાં ઇમરજન્સી સારવાર પણ બંધ રાખવા નિર્ણય લેવાયો છે, દર્દીઓને ઇમરજન્સી સારવાર માટે સરકારી અથવા ચેરીટેબલ / ટ્રસ્ટની હોસ્પિટલમાં સારવાર અપાશે.