ક્રૂડ ઓયલની વૈશ્વિક કિંમતોમાં આવેલા ઘટાડાને જોતા સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પર હાલમાં જ લગાવેલા ટેક્સને ઘટાડી દીધો છે. સરકારે ફક્ત ત્રણ અઠવાડીયા પહેલા પેટ્રોલ અને ડીઝલ તથા વિમાન ઈંધણની નિકાસ પર વિંડફોલ ટેક્સ લગાવ્યો હતો. સરકારના આ નિર્ણયથી પેટ્રોલિયમ ઉત્પાદનોની સૌથી મોટી ભારતીય નિકાસ કરતી કંપની રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ સહિત ઓએનજીસી જેવી સરકાર તેલ કંપનીઓને પણ ફાયદો થવાનો છે.
સરકારે ક્રૂડ ઓયલના ભાવમાં ચાલી રહેલા ઉછાળાને જોતા અઠવાડીયા પહેલા પેટ્રોલ, ડીઝલ અને વિમાન ઈંધણ પર નિકાસ પર ટેક્સ લેવાનો નિર્ણય કર્યો હતો. સરકારનો આ નિર્ણય એવા સમયે લેવામા આવ્યો હતો. જ્યારે ઘરેલૂ રિફાઈનરી કંપનીઓ, ડીઝલ, પેટ્રોલ અને એટીએફની નિકાસ પર મસમોટો નફો કમાઈ રહ્યા હતા. સરકારે પેટ્રોલ અને એટીએફની નિકાસ પર 6 રૂપિયા પ્રતિ લિટીર ટેક્સ વધાર્યો હતો. આવી જ રીતે ડીઝલની નિકાસ પર ટેક્સને 13 રૂપિયા પ્રતિ લીટર વધારી દીધો હતો. આ ઉપરાંત સરકારે એક અલગ નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, ઘરેલૂ ક્રૂડ ઓયલ પર 23,230 રૂપિયા પ્રતિ લીટર વધારાનો ટેક્સ પણ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સરકારના એક તાજેતરના નોટિફિકેશન અનુસાર, ડીઝલ અને વિમાન ઈંધણ પર વિંડફોલ ટેક્સને 2 રૂપિયા પ્રતિ લીટર ઘટાડી દીધો છે. તો વળી પેટ્રોલના કિસ્સામાં 6 રૂપિયા પ્રતિ લિટરના દરથી લાગી રહેલા વિંડફોલ ટેક્સને સંપૂર્ણ હટાવી દીધો છે. આ ઉપરાંત ઘરેલૂ સ્તર પર ઉત્પાદિત થઈ રહેલા ક્રૂડ ઓયલની નિકાસ પર ટેક્સને લગભગ 27 ટકા ઘટાડીને હવે 17 હજાર રૂપિયા પ્રતિ ટન કરી દેવામાં આવ્યું છે.
બ્લૂમબર્ગે સૌથી પહેલા અઠવાડીયાના ગુરૂવારે જણાવ્યું હતું કે, ભારત સરકારે હાલમાં જ લગાવેલા વિંડફોલ ટેક્સને ઘટાડવા પર વિચાર કરી શકે છે.