વાણિજ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ઘરેથી કામકરવાની મંજૂરી માટે મહત્તમ એક વર્ષના સમયગાળા માટે આપવામાં આવશેઅને તેને કુલ કર્મચારીઓના 50 ટકા સુધી લાગુ શકાય છે.
મહત્વનું છે કે, વાણિજ્ય વિભાગે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન રૂલ્સ, 2006માં ઘરેથી કામ કરવા માટે નવો નિયમ 43A સૂચિત કર્યો છે.વાણિજ્ય મંત્રાલયે કહ્યું કે ઉદ્યોગની માંગના આધારે સૂચના જાહેર કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, વિવિધ ઉદ્યોગે તમામ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે WFH નીતિના એકસમાન અમલીકરણની માગણી કરી હતી.
નવા નિયમો (ભારતમાં વર્ક ફ્રોમ હોમ રૂલ્સ) હેઠળ, SEZ એકમોમાં કામ કરતા કર્મચારીઓની અમુક શ્રેણીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ કર્મચારીઓમાં SEZ એકમોમાં કામ કરતા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને સંલગ્ન ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. તે કર્મચારીઓ પણ તેના કાર્યક્ષેત્રમાં આવશે, જેઓ કામ પર આવવા માટે અસ્થાયી રૂપે અસમર્થ છે.
SEZના વિકાસ કમિશનરને માન્ય કારણના આધારે 50 ટકાથી વધુ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવાનો અધિકાર આપવામાં આવશે. મંત્રાલયે કહ્યું,”હવે ઘરેથી કામ કરવાની મહત્તમ એક વર્ષ માટે મંજૂરી આપવામાં આવી છે. જો કે, વિકાસ કમિશનર એકમોની વિનંતી પર તેને એક વખતમાં એક વર્ષ માટે લંબાવી શકે છે.