શ્રીલંકાની સંસદ 44 વર્ષમાં પ્રથમ વાર રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન થયું હતું. જેમાં શ્રીલંકાના આગામી નવા રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે બન્યા છે. જેમણે શાનદાર જીત મેળવી છે.
રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. સંસદના વોટિંગમાં તેમને 134 વોટ મળ્યા છે. આપને જણાવી દઈએ કે, ડલાસ અલ્હાપ્પેરુમાને ચૂંટણીમાં 82 વોટ મળ્યા હતા. 223 સભ્યોવાળી સંસદમાં 2 સભ્યોએ વોટ આપ્યા નહોતા, 4 સભ્યો અમાન્ય ઘોષિત થયા હતા. શ્રીલંકામાં ભયંકર આર્થિક સંકટની વચ્ચે લોકોએ થોડા દિવસ પહેલા ભારે હોબાળા સાથે પ્રદર્શન કર્યા હતા અને રાષ્ટ્રપતિ ભવન તથા પીએમ હાઉસ પર કબ્જો કર્યો હતો. દેશના નાગરિકોનો ગુસ્સો જોઈને ગોટબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગ્યા હતા. બાદમાં તેમને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.