આયુર્વૈદિક નામે વેચાતા નશાયુક્ત ટોનીકનું મોટુ કૌભાંડ ઝડપાયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં કચ્છના અંજાર ખાતે સૌ પ્રથમ કૌભાંડ ઉજાગર થયા બાદ તેની તપાસનો રેલો ભાવનગર સુધી પહોચ્યો છે. અને કાળીયાબીડમાંથી રૂપીયા ૨૬ લાખનો મુદ્દામાલ હાથ લાગ્યો હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યુ છે. આ સંદર્ભે સત્તાવાર વિગતોની રાહ જાેવાઈ રહી છે.
આ પ્રકરણની ઉપલબ્ધ વિગતો મુજબ આયુર્વેદિક ટોનિકના નામે નશાયુકત પીણા હાલે બજારમાં ધોમ વેચાઈ રહ્યા છે. પાનના ગલ્લાથી લઈ નાની રસકસની દુકાન સુધી આ પીણા મળી જતા હોવાથી યુવાધન પર આવરી અસર પડી રહી છે. ત્યારે અંજાર એરપોર્ટ નજીકના ચાર રસ્તા પાસેથી પૂર્વ કચ્છ એસ.ઓ.જી. ટીમે કારમાં લઈ આવતા ૪૪ હજારનો હર્બલ ટોનીકની બોટલો સાથે ૧ને ઝડપી લીધો હતો.
પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની ટીમે વરસામેડી સીમમાં આવતા અંજાર એરપોર્ટ ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહેતા ભચાઉના સીતારામ નગરમાં રહેતા ૪૨ વર્ષીય હેમુભા ભારુભા ગઢવીની કાર તપાસતા તેમાંથી શંકાસ્પદ પેટીઓ મળી આવી હતી. જેને ખોલીને જાેતા રૂ. ૪૪,૩૦૦ના કિમતની કુલ ૩૦૦ અલગ અલગ બ્રાન્ડની નશાયુક્ત હર્બલ ટોનિક મંડી આવી હતી. તેમજ ૨૪૦ ટીન એનર્જીના મળી આવ્યા હતા. જેથી પોલીસે કુલ ૮૭,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.