ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષો આરોપ પ્રત્યારોપનો મારો ચલાવી રહ્યા છે. આ વખતની ચૂંટણી રસાકસી ભરી હશે તે વાત નક્કી છે કારણ કે ગુજરાતમાં AAPની એન્ટ્રીથી ભાજપ કોંગ્રેસ બંનેની ગણિત બગડયું છે. આ સાથે જ ગુજરાતમાં નેતાઓના હેરાફેરીની એટલે પક્ષપલટાની પણ મોસમ પુરજોશમાં ચાલી રહી છે. પાર્ટીઓ ચૂંટણી પહેલા સારા સેનાપતિઓ વીણી વીણીને લઈ રહી છે. ગુજરાતમાં કોંગ્રેસે ભાજપ અને આપ પાર્ટી બાદ હવે છેલ્લે ઈલેક્શન મોડ ઑન કર્યો છે.
અમદાવાદમાં કોંગ્રેસનું સદભાવના સંમેલન યોજાયું હતું. સંમેલનમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના કોંગ્રેસના નેતાઓ પર ચાબખા માર્યા હતા. અને કહ્યું હતું કે દર વખતે લઘુમતી સમાજને 100 ટકા મતદાન કરવાનું કહેવામાં આવે છે. શું બધી બેઠકો જીતાડવાનો અમે જ ઠેકો લીધો છે. તમે જે સમાજમાંથી આવો છો તે લોકો તમને મત આપે છે? તમારા સમાજના લોકો જ તમને મત આપતા તે વિચારવા જેવી બાબત કહી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પર આડકતરા પ્રહાર કર્યા હતા.
વધુમાં કટાક્ષ કરતાં કહ્યું હતું કે જ્યારે આપવાની વાત આવે ત્યારે અમારે જ આપવાનું? ધારાસભ્યો ગ્રાન્ટ નથી વાપરતા, તેમણે ગ્રાન્ટ વાપરવી પડશે.