Thursday, March 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

સરકારી જમીનોમાં દબાણ કરનારા પર લેન્ડગ્રેબીંગ એક્ટ લાગુ પડશે

મહેસુલ વિભાગેઆક્રમક કાર્યવાહીની રણનીતિ અપનાવી: ગેરકાયદે ઇમારતોના વીજજોડાણ સહિતની તમામ સેવા બંધ કરવાનો હુકમ

aaspassdaily by aaspassdaily
2026-03-01 17:06:31
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

ગુજરાતમાં સરકારી જમીનો પર બેફામ દબાણ સામે સરકાર હવે ગંભીર બની હોય તેમ પ્રથમ વખત આવા તત્વો સામે લેન્ડ ગ્રેબીંગ કાયદાનું હથિયાર ઉગામવા અને તાત્કાલીક અસરથી નળ-વીજ જોડાણ સહિતની સેવાઓ કાપી નાખવાના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્યનાં મહેસુલ વિભાગ દ્વારા પ્રથમ વખત સરકારી જમીન પરના દબાણ સામે આક્રમક વ્યૂહ અપનાવીને લેન્ડ ગ્રેબીંગ કાયદાની જોગવાઈઓ લાગુ પાડવા માટે રાજ્યભરના જિલ્લા કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે અને આ અંગેનો પરિપત્ર ઇસ્યુ કરવામાં આવ્યો છે. સરકારી જમીનમાં ખડકાયેલા કોમર્શિયલ અને ઔદ્યોગિક એકમોને તાત્કાલીક અસરથી વીજળી સહિતની નાગરિક સેવા બંધ કરી દેવાની પણ તાકીદ કરવામાં આવી છે. 16મી જૂને મહેસુલ વિભાગના નાયબ સચિવ બી.આર. ભમ્મરની સહીથી ઇસ્યુ થયેલા આ પરિપત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે, તમામ જિલ્લાના સર્કલ ઓફીસરોને સરકારી પ્લોટની સંખ્યા ચકાસવાની જવાબદારી સોંપવામાં આવે, દર મહિને તેનો રિપોર્ટ કલેક્ટરોને સોંપવામાં આવે, સરકારી પ્લોટમાં દબાણ છે કે કેમ તેની વિગતો સાથેનો રિપોર્ટ સરકારને પહોંચાડવામાં આવે. સર્કલ ઓફીસર કે મામલતદાર જેવા મહેસુલી અધિકારીઓને સરકારી પ્લોટનું વીડિયોગ્રાફી કરીને ફેન્સીંગ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. વીડિયોગ્રાફીના આધારે સરકારી જમીનના સ્ટેટસનો પૂરાવો આપવાનો રહેશે. જિલ્લા કલેક્ટરોએ નિયમિત રીતે સરકારી જમીનના ઇન્સ્પેકશનનાં આદેશ કરવાના રહેશે અને કોઇ દબાણ માલુમ પડવાના સંજોગોમાં સર્કલ ઇન્સ્પેક્ટર અને મામલતદાર સામે ખાતાકીય પગલા લેવાના રહેશે. પરિપત્રમાં એવી પણ તાકીદ કરવામાં આવી છે કે દરેક જિલ્લાનાં સરકારી પ્લોટનું લીસ્ટ તૈયાર કરવામાં આવે અને તેનો સ્ટેટસ રિપોર્ટ બનાવવામાં આવે. કોઇપણ પ્લોટમાં દબાણ હોય તો જિલ્લા કલેક્ટર દ્વારા લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ કાર્યવાહી શરુ કરવામાં આવે. મહેસુલ વિભાગ દ્વારા તમામ જિલ્લામાં ખાસ ટાસ્ક ફોર્સ તૈનાત કરવામાં આવી છે અને દબાણ સામે કાર્યવાહી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લા કલેક્ટરોએ સરકારી જમીનના દબાણ મામલે કોર્પોરેશન, નગરપાલિકા અને અન્ય સંબંધીત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથે બેઠક કરીને ગેરકાયદે ખડકાયેલી ઇમારતોની વીજળી સહિતની સેવા અટકાવવા માટેની સૂચના આપવાની રહેશે. સરકારી આદેશના મહત્વના મુદ્દા
* મહેસુલ વિભાગ દ્વારા ઇસ્યુ કરાયેલા પરિપત્રમાં સરકારી જમીન પર વ્યક્તિગત કે ઔદ્યોગિક દબાણ હોય તો લેન્ડ ગ્રેબીંગની જોગવાઈ હેઠળ કાર્યવાહી કરવી * તમામ સર્કલ ઇન્સ્પેક્ટરોએ સરકારી પ્લોટની વીડિયોગ્રાફી કરીને તેનું ફેન્સીંગ કરવું * સરકારી પ્લોટની સંખ્યા ચકાસીને નિયમિત તપાસ કરવા મહેસુલી અધિકારીઓને જવાબદારી * સરકારી જમીન પર દબાણ થાય તો સર્કલ ઇન્સ્પેક્ટરો-મામલતદાર સામે ખાતાકીય પગલા * સરકારી જમીનના સ્ટેટસ વિશે કલેક્ટરોએ દર મહિને રિપોર્ટ આપવો પડશે. *ગેરકાયદે ખડકાયેલી ઇમારતોના વીજ જોડાણથી માંડીને તમામ સેવા કાપી નાખવી * સરકારી જમીન વિશે જિલ્લા ટાસ્ક ફોર્સે દર મહિને ઇન્સ્પેકશન કરવાનું રહેશે
Tags: gujaratland grabing
Previous Post

 સિહોર ગૌતમેંશ્વર તળાવમાંથી અજાણી લાશ મળ

Next Post

બિન-મુસ્લિમ માણસ મક્કા મસ્જિદ પહોંચ્યો, મુસ્લિમ વિશ્વમાં ખળભળાટ

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદના કોટેશ્વર પાસે મોટી દુર્ઘટના
તાજા સમાચાર

ગુજરાતમાં ધૂળેટી પર્વમાં ડૂબી જવાની ઘટનામાં ૨૪ લોકોના મોત

March 5, 2026
આંતરરાષ્ટ્રીય

કુવૈતના દરિયાઇ ક્ષેત્રમાં પેટ્રોલિયમ વહન કરતા જહાજમાં પ્રચંડ વિસ્ફોટ

March 5, 2026
અમેરિકા વેનેઝુએલા સાથે યુદ્ધ નહીં કરે,અર્થ વ્યવસ્થા સુધરવાનો ટ્રમ્પે આપ્યો સંકેત
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનેટે ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ નકાર્યો : ટ્રમ્પને મોકળું મેદાન

March 5, 2026
Next Post

બિન-મુસ્લિમ માણસ મક્કા મસ્જિદ પહોંચ્યો, મુસ્લિમ વિશ્વમાં ખળભળાટ

કોમનવેલ્થ ગેમ્સ પહેલા જ ભારતની બે મહિલા એથ્લિટ ડોપ ટેસ્ટમાં પોઝિટિવ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.