સિહોરના ગૌતમેંશ્વર તળાવમાંથી એક અજાણી લાશ મળી આવી છે. તળાવની નજીક આવેલ સાગવાડી ગામના તળાવના ખૂણેથી એક અજાણી લાશ મળી આવી છે આજે સવારના સમયે ગૌતમેંશ્વર તળાવમાં લાશ તરતી જોવા મળતા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરી હતી બનાવની જાણ થતાં સિહોર ફાયરનો કાફલો તેમજ નગરપાલિકા ચેરમેન અલ્પેશ ત્રિવેદી બનાવ સ્થળે દોડી જઈને સ્ટાફની ભારે જહેમત બાદ લાશને બહાર કાઢી હોસ્પિટલ ખાતે પીએમ મોકલી આપી છે જોકે = વ્યક્તિની ઓળખ બાકી છે.