પંજાબના સીએમ ભગવંત માનને મંગળવારે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેમને પેટમાં દુખાવાની સમસ્યા હતી. સૂત્રોએ આ માહિતી આપી હતી.બુધવારે કેટલાક ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેના રિપોર્ટ આવવાના બાકી છે. પંજાબના સીએમ ભગવંત માન હજુ થોડા દિવસ હોસ્પિટલમાં રહી શકે છે.