ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોણપર ગામે ગત રાત્રિના ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા આધેડની એક મહિલા સહિત ચાર શખ્સોએ છરીઓના ઘા ઝીકી હત્યા કર્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે.
બનાવ અને પ્રાપ્ત વિગતો મુજબ મહુવાના મોણપર ગામે રહેતા ભીમજીભાઈ ગોહિલે ગામના જ શક્તિ ધરમભાઈ ગોહિલ નામનો શખ્સ દારૂ પીને ગાળો બોલતો હોય તેને ગાળો બોલવાની ના પાડતા અને ગામમાં અભુભાઈ ગોહિલ અને મીનુબેન ગોહિલ ઘરે દારૂ છુપાવીને વેચાણ કરે છે તેમ કહેતા તેની દાજ રાખી અભુભાઇ, મીનુબેન તથા હેમુભાઈ ખાટાભાઇએ ભીમજીભાઇને પકડી રાખી શકતિ ધરમભાઈ ગોહિલે પેટના ભાગે છરીના ઘા ઝીકી ગંભીર ઇજા કરી નાસી છુટ્યા હતા. ગંભીર હાલતે ભીમજીભાઇને મહુવા સરકારી દવાખાને ખસેડાયેલ જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પરિણામ્યો હતો.
આ બનાવે ભીમજીભાઇના પુત્ર ગંભીરભાઈએ જ્યારે શખ્સો વિરુદ્ધ મહુવા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાના ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે