સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. એક બે નહિ, ગુજરાતના 11 જેટલા જિલ્લામાં આ ખતરનાક વાયરસ પશુઓની જિંદગી રંજાડી રહ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં લમ્પી વાઇરસથી 144 પશુઓના મોત થયા છે. સૌરાષ્ટ્ર કચ્છના 536 ગામડાઓમાં લમ્પી વાયરસની અસરો મોટાપાયે દેખાઈ રહી છે. ગામડાઓ લમ્પી વાઇરસથી ખેડૂતો અને માલધારીઓ ગભરાટ જોવા મળી રહ્યો છે. જો એક પણ પશુધનને આ વાયરસનો ચેપ લાગે તો પળવારમાં મોત થતા વાર લાગતી નથી. આ માટે ગુજરાત સરકારે યુદ્ધ ધોરણે રસીકરણની કામગીરી શરૂ કરી દીધી છે.
હાલમાં રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના 11 જિલ્લાઓમાં આ રોગના લક્ષણો જોવા મળ્યાં છે, જેમાં દેવભુમિ- દ્વારકા, જામનગર, કચ્છ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જુનાગઢ, મોરબી, ભાવનગર, અમરેલી અને સુરત જિલ્લાના પશુઓમાં આ રોગ જોવા મળ્યો છે.
હાલ સ્થિતિ એવી છે કે, હાલ રાજકોટ 26 ગામડામાંથી 172 ગાયોમાં લમ્પીના લક્ષણો જોવા મળી રહ્યા છે. તો ગ્રામ્ય વિસ્તારમાં અનેક દુધાળા પશુઓ લમ્પી વાયરસની ઝપટે ચઢ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યાર સુધીમાં 25,900 પશુઓમાં વેક્સીનેશન થયું છે. રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા લમ્પી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.