ભાવનગર શહેરમાં છેલ્લા ચારેક દિવસથી કોરોના પોઝિટિવના કેસો ઘટી રહ્યા છે તેની સામે આજે શુક્રવારે શહેરમાં એક દર્દીનુ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું
ભાવનગર શહેરમાં આજે નવા 14 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા જ્યારે ગ્રામને પંથકમાં એક કેસ મળ્યો હતો આમ કુલ 15 નવા કેસ આવ્યા હતા જેની સામે શહેરમાં 46 અને ગ્રામ્ય પંથકમાં 10 મળી કુલ 56 દર્દીઓ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા આજે શહેરના લીલા સર્કલ વિસ્તારમાં રહેતા 86 વર્ષના પુરુષનું કોરોનાથી મૃત્યુ થયું હતું.
હવે ભાવનગર શહેરમાં 129 અને ગ્રામ્યમાં 87 મળી કુલ 216 એક્ટિવ કેસ રહ્યા છે