ખાનગી શાળાઓના શિક્ષણ ફી મુદે આજે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સ્કૂલની ફી વધારા બાબતે હાઇકોર્ટે સ્કૂલ તરફી ચુકાદો આપ્યો છે.આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે અવલોકન કરતાં જણાવ્યુ કે ખાનગી શાળાઓ મર્યાદામાં રહીને વિધાર્થીઓની ફી વધારી શકે છે. પરંતુ કોઇ પણ ખાનગી શાળાના સંચાલકો આડેધડ અને મસમોટી ફી નહી વધારી શકે. શાળાની સુવિધાને અનુરૂપ સ્કૂલ ફીમાં આંશિક વધારો શાળા સંચાલકો કરી શકે છે તે અંગેનો ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો જાહેર કર્યો છે.
વધુમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલ ચુકાદા મુજબ ખાનગી શાળાઓ નફાખોરી કરવા માટે નથી. શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલ ખાનગી શાળાઓ નફાખોરી નહી કરી શકે. તેમ પણ હાઇકોર્ટે આદેશમાં ટકોર કરી છે. ખાનગી શાળા પ્રવેશ ,સત્ર, અને ટ્યુશન ફી વસુલી શકે છે અને ભવિષ્યના ડેવલપમેન્ટ માટેનીકોસ્ટ માટે શાળા ફી વસુલી શકે છે. નોંધનીય છે કે ખાનગી શાળાઓની શિક્ષણ ફી મામલે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો. શાળાઓ બેફામ ફી વસુલતી હોવાના વાલીઓએ દાવા કર્યા હતા. વધુમાં સ્કૂલ શિક્ષણ સિવાઇની ફી ના વસૂલી શકે તે અંગે વાલીઓ હાઇકોર્ટના શરણે ગયા હતા આ ત્યારે આ મામલે હાઇકોર્ટે સ્કૂલ તરફી ચુકાદો આપ્યો છે