મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીશ્રીએ પાદુકા પૂજન પણ કર્યું હતું. આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા મંદિર ટ્રસ્ટ, તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી પબુભા માણેક , પુર્વમંત્રી શ્રી મુળુભાઈ બેરા,જિલ્લા પંચાયતના ચેરમેનશ્રી જે.કે.હાથિયા, જિલ્લા પંચાયતના સભ્યશ્રી લુણાભા સુમણીયા, વનરાજભા માણેક, જિલ્લા સંગઠનના પદાધિકારીશ્રીઓ વિજયભાઈ બુજડ, રમેશભાઈ હેરમા, ખેરાજ ભા કેર, મોહનભાઇ બારાઈ, નયનાબા રાણા, ધવલ ચંદારાણા, પ્રકાશભાઈ વાઘેલા, અશોકભાઈ ડાભી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજા તેમજ એસ.પી. નિતેશ પાંડે સહિતના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
હેલિપેડ ખાતે સંસદ સભ્યશ્રી પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજીબેન મોરી, પૂર્વ ધારાસભ્યશ્રી પબુભા માણેક, પૂર્વ મંત્રીશ્રી મૂળુભાઈ બેરા, જિલ્લા અગ્રણી વી.ડી.મોરી, દ્વારકા નગરપાલિકા પ્રમુખશ્રી જ્યોતિબેન સામાણી, ઓખા નગરપાલિકા પ્રમુખશ્રી ઉષાબેન ગોહેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન કેર, જિલ્લા સંગઠન અગ્રણીઓશ્રી યુવરાજસિંહ વાઢેર, મયુરભાઈ ગઢવી, શૈલેશ કણજારીયા, ધનાભાઈ રબારી, ધરણાતભાઈ ચાવડા, જિલ્લા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજા અને એસપી નિતેશ પાંડે સહિતનાએ સ્વાગત કર્યું હતું.