ભાવનગરના ભરતનગર વિસ્તારમાં રહેતા અને એમ.બી.એ નો અભ્યાસ કરતા યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
ભાવનગરના ભરતનગર, રિંગ રોડ પર આવેલ સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા અને એમ.બી.એ.નો અભ્યાસ કરતા ૨૫ વર્ષીય યુવાન સિદ્ધાર્થ જયેશભાઇ અધવર્યુએ ગઈકાલે રાત્રીના કોઈપણ સમયે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ભરતનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
મૃતક યુવક ભાવનગરમાં તેના દાદી સાથે રહેતો હોવાનું તેમજ તેના પિતા આર્મીમાં હોવાનું અને વડોદરા રહેતા હોવાનું તેમજ મૃતકનો નાનો ભાઈ તેની માતા સાથે ગાંધીનગરમાં રહી અભ્યાસ કરતો હોવાનું જાણવા મળેલ છે.