ભાવનગર મહુવા નેશનલ હાઇવે નંબર આઠ ઈ પર તણસા નજીક કારનું ટાયર ફાટતા કાર ખાળીયામાં ખાબકી હતી જેમા એક બાળકી સહિત ચાર વ્યક્તિને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ એક મુસ્લિમ પરિવાર તળાજાથી ઘોઘા જવા કારમા નીકળ્યો હતો જ્યાં તણસા નજીક પહોંચતા કારનું ટાયર ફાટતા કાર પલટી ગઈ હતી અને ખાળીયામાં ખાબકી હતી આથી કારમાં સવાર એક માસુમ બાળકી સહિત ચાર વ્યક્તિઓને ઇજા થતા 108 મારફત ભાવનગર સર ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતનો બનાવ બનતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.