ભાવનગરની વોરાબજારમાં આવેલ શ્યામ જવેલર્સમાં આજે સવારે બે શખ્સો ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા. દરમિયાન વેપારીએ ગ્રાહકોની માંગ મુજબ સોનાના ચેન દેખાડતા બંને શખ્સો સોનાના ચેનનું બોક્સ લઈ ફિલ્મી સ્ટાઈલે બાઇક પર ભાગી છૂટ્યા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આ બનાવથી વેપારી સ્તબ્ધ બની ગયેલ. જયારે સોની બજારમાં ચકચાર મચી ગઇ છે. વેપારી દ્વારા પોલીસમાં ફરિયાદ આપવા તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.