કર્ણાટકના બેલ્લારીમાં ભાજપના યુવા નેતાની ઘાતકી હત્યા કરવામાં આવી છે. પોલીસે માહિતી આપી છે કે ભાજપ યુવા મોરચાના અધિકારી પ્રવીણ નેતરુ બેલ્લારીમાં પોલ્ટ્રી શોપ ચલાવતા હતા
કર્ણાટકના બેલ્લારીમાં ભાજપના યુવા નેતાની ઘાતકી હત્યા કરવામાં આવી છે. પોલીસે માહિતી આપી છે કે ભાજપ યુવા મોરચાના અધિકારી પ્રવીણ નેતરુ બેલ્લારીમાં પોલ્ટ્રી શોપ ચલાવતા હતા. રાત્રે દુકાન બંધ કરીને તે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે પાછળથી બાઇક પર આવેલા હુમલાખોરોએ તેના પર કુહાડી વડે હુમલો કર્યો હતો. જો કે હજુ સુધી પોલીસ હત્યાનું કારણ શોધી શકી નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે હત્યારાઓને જલ્દી પકડી લેવામાં આવશે.