愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情
ગુજરાતમાં ચિપ ઉત્પાદન ક્ષેત્રે રોકાણકારોને આકર્ષવા માટે સરકાર દ્વાર મહત્વની પોલિસી જાહેર કરવામાં આવી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા સેમી કન્ડકટર નિતી જાહેર કરવામાં આવી છે. આ પોલિસી જાહેર થતા જ ડિસપ્લે ઉપકરણ માટે સહાય નીતિ જાહેર કરનાર ગુજરાત દેશનું પહેલુ રાજ્ય બન્યુ છે. આ અંગે જાહેરાત કરતા જીતુ વાઘાણીએ જણાવ્યું કે ભારત સરકારની ઇન્ડિયા સેમી કન્ડકટર મિશન દ્વારા મૂડી સહાયના 40 ટકાના દરે વધારાની સહાય રાજ્ય સરકાર આપશે. આ માટે ધોલેરા ખાતે સેમિકોન સીટી સ્થાપવામાં આવશે. 200 એકર જમીન ખરીદી પર 75 ટકા સબસીડી પણ જાહેર કરવામાં આવી છે. પહેલા 5 વર્ષમાં પ્રતિ ઘન પાણી 12 રૂપિયામાં પુરુ પાડવામાં આવશે. સરકારની આ પોલિસીથી આગામી 5 વર્ષમાં 2 લાખ લોકોને રોજગારી મળવાનો અંદાજ હોવાનું જણાવ્યું હતું . મને જણાવતા આનંદ થાય છે કે સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાની માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પના મુજબ ગુજરાતે ટેકનોલોજી ક્રાંતિની દિશામાં વધુ એક કદમ ભરીને દેશની સૌપ્રથમ ‘ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022-27’ જાહેર કરી છે. મહત્વનું છે કે દેશમાં સેમિકન્ડક્ટર ચિપ્સની અછતને પહોંચી વળવા માટે મોદી સરકારે દ્વારા 76,000 કરોડની મહત્ત્વાકાંક્ષી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત આગામી 6 વર્ષમાં દેશમાં સેમિકન્ડક્ટર ચિપ્સની સંપૂર્ણ ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવશે. જેમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન, ઘટકોનું ઉત્પાદન અને ડિસ્પ્લે ફેબ્રિકેશન એકમોની સ્થાપનાનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આ યોજનાને વિગતવાર સમજાવતા જણાવ્યું હતું કે દેશમાં સેમિકન્ડક્ટર ચિપ્સની ડિઝાઇન, ફેબ્રિકેશન, પેકેજિંગ, ટેસ્ટિંગ અને સંપૂર્ણ ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવશે. આ માટે 76 હજાર કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપવામાં આવી છે. ભારતને વૈશ્વિક હબ બનાવવા માટે 2.3 લાખ કરોડ રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. તેને મિશન મોડમાં ચલાવવા માટે ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશનની સ્થાપના કરવામાં આવશે.




