રાજકોટમાં અનઅધિકૃત લખાણ હટાવવા ઝુંબેશ શરુ કરી
ગુજરાત રાજ્યમાં ખાનગી વાહનો પર લખવામાં આવેલ અનઅધિકૃત લખાણો દૂર કરવા વાહન વ્યવહાર વિભાગ દ્વારા પરીપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેને લઈ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પોલીસ કમિશનર કચેરી અંદર પાર્કિંગમાં પાર્ક કરાયેલ પોલીસના વાહનોમાંથી પોલીસ કે કોઇપણ ધર્મ આધારી જ્ઞાતિ જાતિ ઓળખ દર્શાવતા લખાણ લખેલ હોય તો તેને દૂર કરવામાં આવ્યા હતા. આ સાથે અન્ય ટ્રાફિકના જવાનો પોલીસ કમિશનર કચેરી બહાર વાહનચાલકોને અટકાવી તેમના વાહનો પરથી પોલીસ, પ્રેસ, એડવોકેટ, ડોક્ટર, ગવરમેન્ટ ઓફ ગુજરાત, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા અને જ્ઞાતિ આધારિત લખાણો દૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ફરી ઝુંબેશ ચલાવી પોલીસ કમિશનર ઓફિસ તેમજ પોલીસ કમિશનર ઓફિસની બહાર વાહનોમાં લખાયેલા અનઅધિકૃત લખાણો દૂર કરવામાં આવ્યા હતા સાથે જ મોટરકારમાં કાળા કાચ દૂર કરવા તેમજ HSRP નંબર પ્લેટ ન હોય તેવા વાહનચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યા છે.