મની લોન્ડરિંગના વિભિન્ન કેસમાં પૂછપરછનો સામનો કરી રહેલા નેતાઓને સુપ્રીમ કોર્ટે રાહત ન આપી. મની લોન્ડરિંગ હેઠળ ED ની ધરપકડના અધિકારને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો. કોર્ટે કહ્યું કે ED ની ધરપકડની પ્રક્રિયા મનમાની નથી.
સુપ્રીમ કોર્ટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની વિભિનેન જોગવાઈઓની માન્યતાને યથાવત રાખી. કોર્ટે કહ્યું કે અધિનિયમ હેઠળ જામીન માટે કડક શરતો કાનૂની છે, તે મનમાની નથી. અત્રે જણાવવાનું કે વિવિધ આરોપીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં લગભગ 250 જેટલી અરજીઓ દાખલ થઈ હતી જેના પર સુનાવણી બાદ કોર્ટે આ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે ઈડી અધિકારીઓ માટે મની લોન્ડરિંગના કેસમાં કોઈ અપરાધીને અટકાયતમાં લેવાનો સમય ધરપકડા આધારને જણાવવું જરૂરી નથી.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં ઈડીની તપાસ, ધરપકડ અને સંપત્તિને એટેચ કરવાનો અધિકાર યથાવત રાખ્યો છે. આ સાથે જ કોર્ટે કહ્યું કે તપાસ દરમિયાન ઈડી, SFIO, DRI ના અધિકારીઓ (પોલીસ ઓફિસર નહીં) સામે નોંધાયેલા નિવેદનો પણ કાયદેસર પુરાવા છે. આ સાથે જ કોર્ટે કહ્યું કે આરોપીને ECIR (ફરિયાદની કોપી) આપવી પણ જરૂરી નથી. આરોપીને જણાવી દેવામાં આવે કે તેને કા આરોપ હેઠળ ધરપકડ કરાઈ રહ્યા છે તે જણાવવું પુરતું છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઈડીના અધિકારીઓ માટે મની લોન્ડરિંગ મામલામાં કોઈ આરોપીને અટકાયતમાં લેવાનો સમય ધરપકડના આધારનો ખુલાસો કરવો જરૂરી નથી. કોર્ટે તમામ ટ્રાન્સફર અરજીઓને પછી સંબંધિત હાઈકોર્ટને મોકલી આપી. જે લોકોને વચગાળાની રાહત છે તે ચાર અઠવાડિયા સુધી રહેશે. જ્યાં સુધી ખાનગી પક્ષકાર કોર્ટ પાસેથી રાહત પાછી ખેંચવાની માંગણી ન કરે ત્યાં સુધી.