Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મમતા બેનર્જીના જુના સાથી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુકુલ રોયનું નિધન

બંગાળના રાજકારણના ચાણક્ય ગણાતા રોયે મમતા બેનર્જી સાથે મળીને તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરી હતી

dharmendravaghela by dharmendravaghela
2026-02-23 11:31:06
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પશ્ચિમ બંગાળના રાજકારણમાં જેમની ગણતરી ‘ચાણક્ય’ તરીકે થતી હતી, તેવા કદાવર નેતા અને પૂર્વ રેલ મંત્રી મુકુલ રોયનું નિધન થયું છે. પક્ષ પલટા અને સંગઠન શક્તિના જોરે બંગાળની સત્તાના સમીકરણો બદલવામાં તેઓ નિષ્ણાત માનવામાં આવતા હતા.

તૃણમૂલ કોંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુકુલ રોયનું કોલકાતાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. 71 વર્ષીય રોય લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા. તેમના પુત્ર શુભ્રાંશુ રોયે પુષ્ટિ કરી છે કે રાત્રે અંદાજે 1:30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મુકુલ રોયે પોતાના રાજકીય કરિયરની શરૂઆત યુથ કોંગ્રેસથી કરી હતી, પરંતુ મમતા બેનર્જી સાથે મળીને તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કર્યા બાદ તેઓ રાષ્ટ્રીય ફલક પર ચમક્યા હતા.
મુકુલ રોય લાંબા સમય સુધી મમતા બેનર્જીના ‘જમણા હાથ’ સમાન રહ્યા હતા. વર્ષ 2006 માં તેઓ રાજ્યસભામાં પહોંચ્યા અને ત્યારબાદ કેન્દ્રમાં રેલ મંત્રી જેવી મહત્વની જવાબદારી સંભાળી. બંગાળમાં જ્યારે વર્ષ 2011 માં સીપીએમ ના શાસનનો અંત આવ્યો અને ટીએમસી સત્તામાં આવી, ત્યારે અન્ય પક્ષોના નેતાઓને તોડીને પાર્ટીને મજબૂત બનાવવામાં રોયની ભૂમિકા સૌથી મહત્વની હતી. તેમને સંગઠનના માસ્ટરમાઈન્ડ માનવામાં આવતા હતા.
વર્ષ 2017 માં મમતા બેનર્જી સાથેના મતભેદો બાદ મુકુલ રોય ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. વર્ષ 2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપે બંગાળમાં જે 18 બેઠકો જીતી હતી, તેમાં રોયની વ્યૂહરચનાનો મોટો ફાળો હતો. જોકે, વર્ષ 2021 માં ભાજપની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી જીત્યાના થોડા જ સમય બાદ તેઓ ફરી તૃણમૂલ કોંગ્રેસમાં પરત ફર્યા હતા. નવેમ્બર 2025 માં કલકત્તા હાઈકોર્ટે પક્ષ પલટા વિરોધી કાયદા હેઠળ તેમને અયોગ્ય ધારાસભ્ય જાહેર કર્યા હતા. તેમના નિધનથી બંગાળના રાજકારણમાં એક યુગનો અંત આવ્યો છે.

Tags: kolkattamukul roy passed awaytmc leaderwest bengal
Previous Post

ભાવનગરમાં ગૌમાંસના જથ્થા સાથે બે સગીર સહીત પાંચ શખ્સની ધરપકડ

Next Post

નેપાળમાં પેસેન્જર બસ નદીમાં ખાબકતાં ૧૮ મુસાફરોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post

નેપાળમાં પેસેન્જર બસ નદીમાં ખાબકતાં ૧૮ મુસાફરોના મોત

મેક્સિકોનો ૧૨૫ કરોડનો ઇનામી ડ્રગ માફિયા એલ મેંચોવેનકોન્ટરમાં ઠાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.