યુએસ શેરબજારોમાં આવેલા ઉછાળાને કારણે ગુરુવારે બિલગેટ્સની સંપત્તિમાં $2.58 બિલિયનનો વધારો થયો હતો. આ સમય દરમિયાન ભારતીય શેરબજારમાં તોફાની તેજી હોવા છતાં, ગૌતમ અદાણીની સંપત્તિમાં માત્ર $ 1.46 બિલિયનનો વધારો થઈ શક્યો અને તેના કારણે બિલ ગેટ્સે વિશ્વના ટોપ-10 ધનિકોની યાદીમાં અદાણીને પાછળ છોડી દીધા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં અદાણી 5માં અને બિલ ગેટ્સ ચોથા સ્થાને છે. જ્યારે મુકેશ અંબાણી ટોપ-10માંથી બહાર થઈ ગયા છે.
એલોન મસ્ક હજુ પણ અબજોપતિઓની યાદીમાં પ્રથમ સ્થાને છે. ગુરુવારે તેમની સંપત્તિમાં $4.36 બિલિયનનો વધારો થયો છે અને હવે તેમની નેટવર્થ વધીને $248 બિલિયન થઈ ગઈ છે. જેફ બેઝોસ બર્નાર્ડ આર્નોલ્ટને પછાડીને બીજા સ્થાને છે. તેમની સંપત્તિ એક દિવસમાં $1.36 બિલિયન વધીને $146 બિલિયન થઈ ગઈ છે.