અમદાવાદમાં ગાલા ગ્લોબલ પ્રોડક્ટ કંપની સાથે છેતરપિંડી મામલે વધુ એક વળાક આવ્યો છે. રૂ.26 કરોડની છેતરપિંડીની ફરિયાદ ખોટી હોવાનું તપાસમાં ભોપાળુ છતું થતાં ચકચાર જાગી છે. સાયબર ક્રાઇમની ઊલટ અને ઊંડી તપાસમાં ખોટી ફરિયાદ થયાનું સામે આવ્યુ છે. આથી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં ગાલા ગ્લોબલ પ્રોડક્ટ કંપની સાથે છેતરપિંડી અંગે ફરિયાદ નોધાઈ હતી. તમિલનાડુના સરકારી ટેન્ડર આપવાની લાલચ આપી અજાણ્યા ઇસમોએ આશરે રૂ. 26 કરોડની છેતરપિંડી કરી હોવાની ગાલા ગ્લોબલ પ્રોડક્ટ કંપનીના વિશાલ ગાલાએ ફરિયાદ કરી હતી. જેની તપાસમાં આ ફરિયાદ તદ્દન ખોટી હોવાનું સામે આવ્યું છે.આ કેસમાં પોલીસની ઊંડી તપાસમાં ઘટસ્ફોટ થયો છે. રૂ.26 કરોડની છેતરપિંડીની ફરિયાદ ખોટી હોવાનું ખૂલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સાયબર ક્રાઇમની ઊલટ તપાસમાં પોલીસને શક જતા પોલીસે આગવી ઢબે પૂછપરછ કરી હતી જે મામલે ગ્લોબલ પ્રોડક્ટ કંપનીના માલિક વિશાલ ગાલાએખોટી ફરિયાદ નોંધાવી હોવાનું ઉઘાડુ પડ્યું હતું. આ પ્રકરણમાં ગ્લોબલ પ્રોડક્ટ કંપનીના માલિક વિશાલ ગાલા India24bet.com વેબસાઈટ પર ઓનલાઈન ગેમ્બલિંગ કર્યું હતું. જેમાં જબરી રકમ તે હારી ગયો હતો. ત્યારબાદ કરોડો રૂપિયા હારી જતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
સાયબર ક્રાઈમમાં કરેલી ફરિયાદમાં તમિલનાડુનું ટેન્ડર ભરવા છેતરપિંડી થઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં હકીકત પરથી પરદો ઊંચકાયો હતો અને ફરિયાદમાં જણાવ્યા મુજબની રકમ ઓનલાઇન ગેમ્બલિંગમાં પૈસા હારજીત કરવા ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતું. વિશાલ ગાલા India24bet.com ગેમ્બલિંગ કરતા હોવાનું તેમના બેંક ટ્રાન્જક્શન પરથી જાણવા મળ્યું હતું. જેથી સાયબર ક્રાઈમે ગેમ્બલિંગનો ગુનો દાખલ કરી આરોપી વિશાલ ગાલાની ધરપકડ કરી હતી. કાર્યવાહી આગળ ધપાવી છે.