રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી દળોના સાંસદો સંસદ પરિસરમાં ગાંધી પ્રતિમાની સામે સરકાર વિરુદ્ધ 50 કલાક સુધી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બુધવારે સવારે 11 વાગ્યે શરૂ થયેલો વિરોધ ગુરુવારે રાત્રે પણ ચાલુ રહ્યો હતો. મચ્છરોથી પરેશાન સાંસદોએ મચ્છરદાની લગાવીને તેમની ઊંઘ પૂરી કરી. આમ આદમી પાર્ટીના સસ્પેન્ડેડ સાંસદ સંજય સિંહ, ટીએમસી સાંસદ ડેરેક ઓ’બ્રાયન, સુષ્મિતા દેવ અને મૌસમ બેનઝીર નૂર પણ જોવા મળે છે.