નોટબંધી સમયના વ્યવહારોને લઇને જ્વેલર્સોને IT વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે IT વિભાગની તરફેણમાં ચુકાદો આપતા કાર્યવાહી હાથ ધરાઇ છે. ગુજરાતના 42 હજાર જ્વેલર્સ-વેપારીઓને IT વિભાગ દ્વારા નોટિસ ફટકારાઇ છે.
નોંધનીય છે કે, અગાઉ નોટિસને લઇને કરદાતાઓ હાઇકોર્ટ ગયા હતા. હાઇકોર્ટે કરદાતાઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. હાલમાં અમદાવાદના પણ 4500 જ્વેલર્સ-વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આશિષ અગ્રવાલ સહિતના કરદાતાની સામે IT વિભાગે અપીલ કરી હતી. નોટિસનો જવાબ ન આપનારને 60% ટેક્સ અને 60% પેનલ્ટી લાગશે.