કોંગ્રેસ પક્ષના લોકસભાના નેતા અધીર રંજન ચૌધરીએ “રાષ્ટ્રપતિના બદલે રાષ્ટ્રપત્ની” જેવા અશોભનીય શબ્દોનો પ્રયોગ ઇરાદાપૂર્વક કર્યો છે તેના વિરોધમાં આજરોજ જામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના લાલ બાંગલા ખાતે બેનરો સાથે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.અને અધીર રંજન ચૌધરી જાહેરમાં રાષ્ટ્રપતિની માફી માંગે તેવા નારા લગાવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય, મેયર,શહેર અધ્યક્ષ,અન્ય હોદેદારો,કોર્પોરેટરો સહિતના ભાજપના હોદેદારો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.