જામનગર શહેર તેમજ અસસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી લમ્પિ નામનો વાયરસ ગાયોમાં જોવા મળી રહ્યો છે.જેના લીધે સેંકડો ગૌવંશના મોત નિપજ્યાનું સામે આવ્યું છે.
લમ્પિ વાયરસના રક્ષણ માટે આરોગ્ય તંત્ર દ્વારા રસીકરણ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પરંતુ રસી ખલાસ થઈ ગયા હોય તેમ છતાં રસીકરણની કાર્યવાહી ચાલુ જ છે. પરંતુ ઇન્જેકસનમાં રસી ( દવા )ને બદલે પાણી ભરેલા ઇન્જેક્શન આપવામાં આવતું હોવાનું વોર્ડ ન.12 ના કોંગી કોર્પોરેટર અલ્તાફ ખફીના ધ્યાનમાં આવ્યું હતું.
જેને લઈ આજરોજ કોંગી ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા જામનગરના સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી.જેમાં તંત્ર દ્વારા રસીકરણની કામગીરીમાં ચાલતી બેદરકારીનો પર્દાફાશ કર્યો હતો.અને એક ઓડિયો કલીપ જાહેરમાં સંભળાવી હતી.