સમગ્ર ગુજરાતમા છેલ્લા ઘણા સમયથી તલાટી મંત્રીઓના તાલુકા, જિલ્લા અને રાજયના સંગઠન દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઈ સરકાર સાથે વટાઘાટો કરી પોતાનાપ્રશ્નો બાબતે રજુઆત કરી હતી. પરંતુ અનેકવાર રજુઆત પછી પણ પોતાની યોગ્ય માંગણીઓનું નિરાકરણના આવતા ભૂતકાળમાં પણ આંદોલન માર્ગ અપનાવ્યો હતો. ત્યારે યોગ્ય આશ્વાશન મળતા તલાટી મંત્રીઓએ હડતાલ પરત ખેંચી હતી.
ગુજરાતની તત્કાલીન રૂપાણી સરકાર દ્વારા અપાયેલા આશ્વાશન વર્તમાન ભુપેન્દ્ર પટેલ સરકારમાં રજુઆત પછી પણ ઉકેલ ના આવતા ગુજરાત રાજય તલાટી મંત્રી મહામંડળની સૂચના મુજબ અમરેલી જિલ્લાના ૩૧૦ તલાટી મંત્રીઓ આજે રજી ઓગસ્ટથી અચોક્કસ મુદ્તની હડતાલ પર જવાનું એલાન કરતા અમરેલી જિલ્લામાં પ૧૯ ગ્રામ પંચાયતમાં લોકોના કામ અટકી પડશે તે વાત નક્કી છે.
તલાટી મંત્રીની સહીથી નીકળતા દાખલાઓ સહીતની કામગીરી અચોક્કસ મુદત સુધી બંધ થવાથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.