રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને ભાવનગર લોકમિલાપ ટ્રસ્ટના શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીનું આજે તા.૩ને રાત્રે ભાવનગર ખાતે નિધન થયું છે. આવતીકાલે સવારે તેમની અંતિમયાત્રા નીકળશે.
શ્રી મહેન્દ્રભાઈ ઝવેરચંદ મેઘાણીનું અવસાન આજે તા. ૩ ઓગસ્ટ ૨૦૨૨ રાત્રે ૮ વાગે થયું છે. આ સમાચારથી સાહિત્ય જગતમાં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
તેઓની અંતિમ યાત્રા આવતીકાલે તા .4ના સવારના ભાવનગર ખાતેના તેમના નિવાસ સ્થાનેથી નિકળશે. ઉલ્લેખનીય છે કે શ્રી મહેન્દ્રભાઈ ૨૦મી જૂને એકસોમાં વર્ષમાં પ્રવેશ કરેલ હતો.