દિલ્હીમાં એક મહિલા મંકીપોક્સથી સંક્રમિત થઈ છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે 31 વર્ષની નાઈજીરિયન મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અધિકારીએ કહ્યું કે આ દેશમાં પ્રથમ મહિલા છે જેમાં મંકીપોક્સના સંક્રમણની પુષ્ટિ થઈ છે.
રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધી ચાર લોકોમાં મંકીપોક્સની પુષ્ટિ થઈ છે. તો પાંચ કેસ કેરલમાં સામે આવ્યા છે. અત્યાર સુધી દેશમાં 9 લોકો મંકીપોક્સથી સંક્રમિત થયા છે. દિલ્હી અને કેરલમાં એક-એક દર્દીને હોસ્પિટલમાંથી રજા મળી છે. તો કેરલમાં સંક્રમણને કારણે એકનું મોત થયું છે.