wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
ડીગ્રી ડિપ્લોમાંકોલેજોમાં વિધાર્થીઓના અભ્યાસ બાબતે ચાલતી ાલીયાવાડી સામે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી એક્શન મોડમાં આવી છે. જીટીયુ દ્વારા સંલગ્ન 435 કોલેજો પાસેથી ઓનલાઈન સેલ્ફ ડિસ્ક્લોઝર મંગાવવામાં આવ્યું હતું. જેમાં લેબોરેટરીથી માંડીને અધ્યાપકો, પ્રિન્સિપાલ અને સ્ટાફની અછત ધરાવનાર કોલેજો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 4 ડિપ્લોમાં અને 5 ડિગ્રી એન્જિનિયરીંગ સહિત કુલ 9 કોલેજોને નો-એડમીશન ઝોનમાં મૂકાઈ છે. જ્યારે 38 કોલેજની વિવિધ વિદ્યાશાખાની 4775 બેઠકમાં ઘટાડો કરાયો છે. ગુણવત્તાયુક્ત ટેક્નિકલ શિક્ષણ માટે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દરેક સ્તરે ખરી ઉતરી છે. જેના પાયામાં જીટીયુ દ્વારા સંલગ્ન તમામ સંસ્થામાં કરવામાં આવતાં એકેડમીક ઈન્સ્પેક્શન જેવા મહત્વના પરિબળો કાર્યરત છે. હાલમાં જ જીટીયુ દ્વારા સંલગ્ન 435 કૉલેજો પાસેથી ઓનલાઈન સેલ્ફ ડિસ્ક્લોઝર મંગાવવામાં આવ્યું હતું. જેની ખરાઈ પછી 280 સંલગ્ન કોલેજમાં શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા તજજ્ઞો દ્વારા ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાંથી 38 કોલેજમાં ફેકલ્ટીઝ અને લેબોરેટરીઝની ઉણપ અને કેટલીક સંસ્થામાં છેલ્લા 3 વર્ષથી ડાયરેક્ટર કે પ્રિન્સિપાલની જગ્યા ખાલી હોય તેની સામે ધરાધોરણ મુજબ પગલાં ભરવામાં આવ્યા છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, ટેક્નિકલ શિક્ષણમાં કોઈપણ પ્રકારની ઉણપ ના રહી જાય તે અર્થે જીટીયુ અને એઆઈસીટીઈના ધરાધોરણ મુજબ તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવું જરૂરી છે. એકેડેમિક ઈન્સ્પેક્શનથી શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે. એકેડમીક ઈન્સ્પેક્શનમાં જીટીયુના ધરાધોરણો પર ખરી ના ઉતરેલી ડિપ્લોમાં એન્જિનિયરીંગની 4 અને ડિગ્રી એન્જિનિયરીંગની 5 કૉલેજો મળીને કુલ 9 કૉલેજોને જીટીયુ દ્વારા નો-એડમીશન ઝોનમાં મૂકવામાં આવી છે.





