ગુજરાતમાં કચ્છ, જામનગર અને પોરબંદર બાદ હવે જૂનાગઢના માંગરોળના દરિયાકાંઠેથી શંકાસ્પદ પેકેટો મળી આવતા ચકચાર મચી છે. ગુજરાત દરીયાય સીમા પટ્ટીમાંથી ડ્રગ્સ જેવા નશીલા પદાર્થ ઘુસાડવાનો પર્દાફાશ થયો છે. જૂનાગઢના માંગરોળ દરીયા કિનારા પાસેથી સંગધીકત પેકેટો જોવા મળતા જુનાગઢ SOG પોલીસ અને મરીન પોલીસને 40 જેટલા ચરસ ના પેકેટ હાથ લાગ્યા હતા.
જૂનાગઢ જિલ્લાના માંગરોળ દરીયા કિનારે નશીલા પદાર્થના પકેટો તણાઇને આવ્યાં હોઇ ત્યારે આ બાબતની જાણ જૂનાગઢ એસપીને થતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પહેલા 6 પેકેટો મળ્યાં ત્યાર બાદ વધુ દરીયાય પટ્ટી પર સર્ચ કરતા કૂલ 40 પેકેટ મળી આવ્યા હતા. જેની અંદાજીત કિંમત 60 લાખ રૂપિયા આસપાસ થવા જઇ રહી છે, એટલે કે અડધા કરોડ ઉપરનો ચરસ ઝડપાવામાં જૂનાગઢ પોલીસને સફળતા મળી છે.
જુનાગઢ પોલીસે માંગરોળ પોલીસમાં અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ તેજ કરી છે. માંગરોળ દરીયા કિનારે જે નશીલા ચરસના પેકેટ મળી આવ્યાં તે ઇન્ટર નેશનલ કોફીની પ્લાસ્ટીક બેગોમાંથી મળી આવ્યા છે, ત્યારે ક્યાંથી માલ સપ્લાઇ થયો અને કોને આપવાનો હતો તે દિશા પણ તપાસ તેજ કરી છે.
પોલીસના મતે નશીલા પદાર્થનો જથ્થો ગુજરાતમા ઘુસાડવાનું ષડયંત્ર હતું, પણ દરિયાઈ સીમામા કોસ્ટગાર્ડ અથવા નેવીના ડરથી ચરસનો જથ્થો દરીયામાં ફેંકી દેવાનું સામે આવ્યુ છે. ત્યારે ચરસના એક પછી એક પેકેટ માંગરોળના દરીયા કિનારે મળી આવતાં પોલીસ પણ સતર્ક બની હતી. 24 કલાકથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ, ત્યારે જુનાગઢ એસ.પી. એ ગીર સોમનાથ અને પોરબંદર પોલીસને જાણ કરી છે. ત્યારે હજું વધું નશીલા પેકેટ મળી આવવાની આંશંકા છે.