અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ફૈઝાબાદથી 93 કિમી દક્ષિણપૂર્વમાં 150 કિમી દૂર હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ટ્વીટ કરીને આ ઘટનાની જાણકારી આપી. હજુ સુધી કોઈ જાનહાનિ કે જાન-માલને નુકસાન થયાના અહેવાલ નથી. અગાઉ 24 જૂને પૂર્વી અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા.
ઉલ્લેખીય છે કે, અગાઉ, 22 જૂને, રાજધાની કાબુલ સહિત અફઘાનિસ્તાનના ભાગોમાં 5.9-ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં પક્તિકા પ્રાંતના બર્મલ અને ગિયાન જિલ્લાઓ અને ખોસ્ટ પ્રાંતના સ્પેરા જિલ્લામાં 1,000 થી વધુ લોકો માર્યા ગયા હતા.