થાઇલેન્ડના ચોનબુરી વિસ્તારની એક નાઇટ ક્લબમાં આગ લાગવાથી 13 લોકોના મોત નિપજ્યાં છે અને 35 લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યાં અનુસાર, સ્થાનીય સમયાનુસાર શુક્રવાર રાત્રિના રોજ આ ઘટના ઘટી હતી. જે સમયે આગ લાગી હતી તે સમયે નાઇટક્લબમાં ખૂબ ભારે સંખ્યામાં લોકો હાજર હતા. 13 લોકોમાંથી 9 પુરૂષો અને 4 મહિલાઓ સામેલ હતી. આ નાઇટ ક્લબ ભારતીય પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય હતી.
પોલીસ કર્નલ સોમજાઇએ જણાવ્યું કે, સટ્ટાહિપ જિલ્લાના માઉન્ટેન બી નાઇટ ક્લબમાં લગભગ 1:00 વાગ્યે આગ લાગી હતી. મોટા ભાગના નાગરિક થાઇલેન્ડના જ છે, કેટલાંક વિદેશીઓને પણ નુકસાન થયું છે. હાલમાં આગ લાગવાના કારણોની તપાસ ચાલી રહી છે. ઘાયલોમાં કેટલાંકની હાલત ગંભીર છે.
આ અંગે અધિકારીઓએ વધુમાં જાણકારી આપતા જણાવ્યું કે, પ્રમુખ ઓનલાઇન વિક્રેતા ‘ઓઝોન’ ના એક ગોદામમાં આગ લાગવાના કારણે 50 હજાર વર્ગ મીટરનો એરિયા પ્રભાવિત થયો છે.