ભાવનગર જિલ્લામાં આજે થોડા વિરામ બાદ મેઘરાજાનુ પુનરાગમન થયું છે અને આજે બપોર બાદ સિહોર પંથકમાં વીજળીના કડાકા અને વાદળોના ગડગડાટ સાથે ધોધમાર દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો
આ ઉપરાંત વલભીપુર, ગારીયાધાર, પાલીતાણા અને ઉમરાળા પંથકમાં પણ ધોધમાર એક ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે તળાજા પંથકમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે ભાવનગર શહેરમાં રાત્રિના સમયે હળવું ઝાપટુ પડ્યું હતું