વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પોલીસ વિભાગે સ્ટુડન્ટ્સ પોલીસ કેડેટ નામાની મહત્વની યોજના તૈયાર કરી છે. આ યોજનાનો અમલ આ વર્ષેથી જ કરવામાં આવશે.પોલીસ વિભાગ ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિવિધ તાલીમ આપશે. પોલીસ સ્ટેશન દીઠ 44 વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે. જેમાં 22 વિદ્યાર્થી અને 22 વિદ્યાર્થીનિઓનો સમાવેશ થશે. વિદ્યાર્થીને 4 ઈન્ડોર તાલીમ અને 4 આઉટ ડોર તાલીમ આપવામાં આવશે. વર્ષ દરમિયાન 3 શિબિરનું આયોજન કરવામાં આવશે.
આ તાલીમ થકી વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થશે. કાયદો, સન્માન, ક્ષમતા, શિસ્ત, આદર્શ, જેવા ગુનો સૂચના કરવામાં તાલીમ મહવની બની રહેશે.કુટુંબ, સમાજ, દેશ, પર્યાવરણ જવાબદારી કેળવાય, યુવાનો કાયદાનું પાલન કરે, યુવાનો સમજ સેવા કરતા થયા, માનસિક અને શારીરિક રીતે મજબૂત બને, એ હેતુથી વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે. ચોમાસામાં અને શિયાળામાં કેમ્પનું આયોજન કરવામાં આવશે.
શિક્ષણ અને પોલીસ વિભાગનું સયુંકત આયોજન આ યોજનાનો નવેમ્બરથી પ્રારંભ થશે, સ્ટુડન્ટ પોલીસ કેડેટ ફિલ્ડ વિઝિટ કરી વિવિધ પ્રકારના જાગૃતિ કાર્યક્રમ કરશે. IPS હસમુખ પટેલને SPCની જવાબદારી સોંપાવામાં આવી છે. ગઈકાલે સ્ટુડન્ટ પોલીસ કેડેટ સ્કીમ અંગે વિડીયો કોન્ફરન્સ રાખી તમામ પોલીસ એકમોને યોજનાનો અમલ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.
દરેક પોલીસ સ્ટેશન દીઠ એક સરકારી શાળા પસંદ કરી તેમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) સ્કીમ શરૂ કરવામાં આવશે અને આઠમા ધોરણમાં 22 વિદ્યાર્થીઓ અને 22 વિદ્યાર્થીનીઓ પસંદ કરી તેમને બે વર્ષ માટે ઇન્ડોર તથા આઉટડોર તાલીમ આપવામાં આવશે તથા વર્ષમાં ત્રણ કેમ્પ કરાવવામાં આવશે.
તાલીમમાં શીખવવામાં આવતા મુદ્દા
ભારતીય બંધારણ મૂળભૂત તત્વો
પોલીસ સંબધિત બાબતો
રાષ્ટ્રીય ચળવળ
વર્તમાન સામાજિક મુદ્દા
સાયબર ક્રાઈમ
જીવન વિકાસ
નેતૃત્વ