રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ઓગસ્ટ 2022ની બેઠક પૂરી થઈ. બુધવારથી ચાલી રહેલી ત્રણ દિવસની બેઠક બાદ આજે સવારે 10 વાગે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે ગ્લોબલ સ્તર પર મોંઘવારી ચિંતાનો વિષય છે. આ કારણે MPC ને તમામ સભ્યોએ સર્વસંમતિથી રેપોરેટમાં 50 બેસિસ પોઈન્ટ વધારવાનો નિર્ણય લીધો છે. RBI ના રેટ વધવાથી બેંકોના તમામ લોન મોંઘા થઈ જશે. જેની અસર હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના ઈએમઆઈ ઉપર પડશે. એનો અર્થ એ કે તમારે લોન રિપેમેન્ટ માટે વધુ માસિક વધુ હપ્તો ચૂકવવો પડી શકે છે.
આ બેઠક પહેલા સોમવારથી બુધવાર સુધી થવાની હતી પરંતુ કેટલાક કારણોસર ટાળવી પડી. રિઝર્વ બેંકે મોંઘવારી કાબૂમાં કરવા માટે આ વર્ષ મે મહિનાથી રેપો રેટ વધારવાની શરૂઆત કરી છે. રિઝર્વ બેંકે MPC બેઠક મે મહિનામાં બોલાવી હતી. મોંઘવારી વધવાના કારણે આ પગલું ભરવું પડ્યું હતું. મે 2022ની બેઠકમાં રિઝર્વ બેંકે રેપો રેટ 0.40 ટકા વધાર્યો હતો. ત્યારબાદ જૂન મહિનામાં પણ બેઠક ઈ. જેમાં 0.50 ટકા વધારવામાં આવ્યો. આરબીઆઈએ મે મહિનામાં લગભગ બે વર્ષ બાદ પહેલીવાર રેપો રેટમાં ફેરફાર કર્યો હતો. બે વર્ષ સુધી રેપોરેટ માત્ર 4 ટકા પર હતો. હવે તે વધીને 5.40 ટકા પર પહોંચી ગયો છે.