મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ચૂક થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવતા રાજ્યભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરત ખાતે ગઈકાલે યોજાયેલ તિરંગા યાત્રા કાર્યક્રમમાં પિસ્તોલ સાથે મહેશ દેવાણી નામનો શખ્સ ધસી આવ્યો હતો. જો કે, મુખ્યમંત્રીના અંગ રક્ષકો દ્વારા તાત્કાલિક અસરથી તેને અટકાવવામાં આવ્યો હતો અને સ્થાનિક પોલીસને સોંપી અટકાયત કરવામાં આવી હતી.
આ યુવકની પૂછપરછ પણ હાથ ધરવામાં આવેલ. સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલ પૂછપરછમાં યુવક મહેશ દેવાણીએ ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાનો સંબંધી હોવાનું જણાવ્યું હતું, જો કે, ત્યારબાદ ઉમરા પોલીસે જાણવાજોગ નોંધીને યુવકને મુક્ત કર્યો હતો.