અમેરિકામાં મંકીપોક્સને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે. સ્વાસ્થ્ય અને માનવ સેવા સચિવ ઝેવિયર બેસેરાએ ગુરુવારે આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે દુનિયામાં મંકીપોક્સનો ભયંકર પ્રકોપ છે. આ ખતરનાક રોગ અત્યાર સુધીમાં 75 થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. વિશ્વમાં 20 હજારથી વધુ કેસ નોંધાયા છે. આફ્રિકન દેશોમાં આ રોગને કારણે લગભગ 75 લોકોના મોત થયા છે.
ભૂતકાળમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ મંકીપોક્સને લઈને વૈશ્વિક સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી હતી. આ પહેલા WHOએ પોલિયો, કોરોના, ઈબોલા, ઝીકા વાયરસ માટે ઈમરજન્સી જાહેર કરી હતી. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ, વિશ્વભરમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના 26000 થી વધુ કેસ નોંધાયા છે.
નોંધનીય છે કે મંકીપોક્સના સૌથી વધુ કેસ ન્યુયોર્કમાં છે. મંકીપોક્સને ગયા અઠવાડિયે અહીં જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી. આ પછી કેલિફોર્નિયા અને ઇલિનોઇસે આ ખતરનાક રોગને સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી.