28 જુલાઇથી ઈગ્લેંડના બર્મિંગહામ શરૂ થયેલા કોમનવેલ્થ 2022નું સોમવારે સમાપન થયું છે. ભારત માટે આ ગેમ્સ ખૂબ જ ખાસ રહી છે. આ વખતે ઘણાખરા ખેલાડીઓ સારું પદર્શન કરી ભારતનો ડંકો વગાડ્યો છે. પૂરા દેશે આ ગેમ્સ દરમિયાન ખેલાડીઓનો જુસ્સો વધાર્યો છે. વેટલીફ્ટર મીરાંબાઈ ચાનુંના ગોલ્ડની સાથે શરૂ થયેલી આ ગેમ્સ હોકીમાં સિલ્વર મેડલ સાથે પૂર્ણ થઈ.
ભારતે 18મી વખત આ કોમનવેલ્થ ગેમ્સમાં હિસ્સો લીધો. દેશ તરફથી 104 પુરુષો અને 103 મહિલાઓએ તેમાં હિસ્સો લીધો હતો. આ ખેલાડીઓ 61 મેડલ જીતવામાં કામયાબ રહ્યા છે. ભારે 22 ગોલ્ડ 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. પુરૂષોએ 35 અને મહિલાઓએ 26 મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલીયા, ઈંગ્લેન્ડ અને કેનેડા પછી 4 નંબરનું સ્થાન ભારતને મળ્યું છે.
ભારતને સૌથી વધુ 12 મેડલ રેસલિંગમાં મળ્યા છે જેમાં 6 ગોલ્ડ, એક સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. દેશમાં પહેલી વાર લોન બોલ ( એક ગોલ્ડ, એક સિલ્વર)ની ગેમ્સમાં મેડલ જીતવામાં સફળતા મળી છે. તો બીજી તરફ એથ્લેટિકસ અને બેડમિંટનમાં ખેલાડીઓએ સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
CWGમાં ભારતે 22 ગોલ્ડ,16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ જીત્યા
ભારતે વેટલિફ્ટિંગમાં 10, ટેબલટેનિસમાં 7, બોક્સિંગમાં 7 મેડલ જીત્યા, બેડમિન્ટનમાં 6,એથલેટિ્ક્સમાં 8 મેડલ જીત્યા, લોનબોલમાં બે અને પેરા લિફ્ટિંગમાં એક મેડલ જીત્યો જ્યારે જૂડોમાં ત્રણ, હોકીમાં બે,ક્રિકેટમાં એક અને સ્કવોશમાં બે મેડલ જીત્યા છે.