dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
ગુજરાતમાં સ્ક્રેપ પોલિસીના અમલની તૈયારી શરૂ કરી દેવાઇ છે. જેથી 15 વર્ષ જૂના વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. એ માટે સરકારે PPPના ધોરણે 85 ફિટનેસ સેન્ટરોને મંજૂરી આપી દીધી છે. જેમાં 15 વર્ષ જૂના વાહનોની ચકાસણી કરાવવી પડશે. આ ચકાસણીમાં ફેલ થનારા વાહનોને સીધા ભંગારમાં મોકલવામાં આવશે. ફિટનેસ સેન્ટરમાં ટેસ્ટ કરાવવા માટેની ફી ટૂંક સમયમાં નક્કી થશે. ઉલ્લેખનીય છે કે, માત્ર અમદાવાદ જિલ્લામાં જ 20 લાખ વાહનો 15 વર્ષ જૂના છે. સ્ક્રેપિંગ પોલિસીના કારણે, 20 વર્ષથી જૂનાં વાહનોને રસ્તા પર ચાલવા દેવામાં આવશે નહીં. ભારતમાં હાલમાં 51 લાખ જૂના વાહનોને સ્ક્રેપ કરવા માટે ચિહ્નિત છે. તેનો હેતુ નવા વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત કરવાનો પણ છે. 20 વર્ષ જૂના વાહનના માલિકોને સ્ક્રેપિંગ માટે પ્રમાણપત્ર મળશે. આ સર્ટિફિકેટ બાદ તેમને નવું વાહન ખરીદવા પર રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ચાર્જમાં મુક્તિ મળશે. શું આ પોલિસીની નીતિ હેઠળ 15 વર્ષ જૂનું વાહન પણ આવશે? કેન્દ્ર સરકારની આ પોલિસી અંતર્ગત પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા 20 વર્ષ જૂના ખાનગી વાહનની મંજૂરી છે. પરંતુ શરત એ છે કે, વાહને ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે. ફેલ થવા પર વાહન સ્ક્રેપમાં જશે. 1 જૂન, 2024 પછી, તેનું ‘ઓટોમેટિક ડી-રજિસ્ટ્રેશન’ અથવા રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, 1 એપ્રિલ 2023થી 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનોની નોંધણી સમાપ્ત થશે. દેશમાં 15 વર્ષ જૂના વાહનોની સંખ્યા અંદાજિત 34 લાખ છે.






