મહારાષ્ટ્રમાં આજે એકનાથ શિંદેની કેબિનેટનો વિસ્તાર થઈ રહ્યો છે. 18 ધારાસભ્યોને કેબિનેટમાં જગ્યા આપવામા આવી છે, જેમાંથી 9 ભાજપના તથા 9 શિંદે જૂથમાંથી સામેલ થયા છે.
એકનાથ શિંદેના મુખ્યમંત્રી પદ પર અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસના નાયબ મુખ્યમંત્રી પદના શપથગ્રહણના 40 દિવસ બાદ મંત્રીમંડળનો વિસ્તાર થયો છે. શિંદેએ 30 જૂનના રોજ મંત્રીપદના શપથ લીધા હતા. જ્યારે દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શિવસેનાના 55માંથી 40 ધારાસભ્યો શિંદેના નેતૃત્વમાં પાર્ટી સાથે બળવો કરીને ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહા વિકાસ અઘાડી સરકાર જૂનમાં પડી ગઈ હતી.
મહારાષ્ટ્રમાં ઉલટફેર બાદ 30 જૂને એકનાથ શિંદેએ સીએમ પદના અને દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા. જો કે, ત્યાર બાદ આ પ્રથમ મંત્રીમંડળ વિસ્તરણ છે.
મહારાષ્ટ્ર પ્રથમ મંત્રીમંડળ
રાધાકૃષ્ણ વિખે પાટિલ
સુધીર મૂનગંટીવાર
ચંદ્રાકાંત પાટિલ
વિજયકુમાર ગાવિત
ગિરિશ મહાજન
ગુલાબરાવ પાટીલ
દાદા ભૂસે
સુરેશ ખાંડે
સંદીપન ભુમરે
ઉદય સામંત
તાનાજી સાવંત
રવીન્દ્ર ચૌહાણ
અબ્દુલ સતાર
દીપક કેસરકર
અતુલ સાવે
શંભુરાજ દેસાઈ
મંગલપ્રભાત લોઢા
સંજય રાઠોડ