ભાવનગર જિલ્લા ઉપરાંત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે નદીઓ બે કાંઠે વહી રહી છે અને સર્વત્ર જળ બંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે કાળુભાર ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણી આવતા ડેમ ઓવરફલો થઈ જતા સવારે છ દરવાજા ખોલવામાં આવ્યા છે પરિણામે નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે કાળુભાર ડેમના છ દરવાજા બે ફુટ ખોલ્યા બાદ ૧૦,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે આ ઉપરાંત ડેમ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે કાળુભાર ડેમમાંથી પાણી છોડાતા ચોગઠ-ઉમરાળા રોડ બંધ થવા ઉપરાંત ભાલપંથકના બે થી ત્રણ ગામોમાં પાણી ઘૂસી જતા હાલ પૂરતા સંપર્ક વિહોણા બન્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે.